થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો

થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો,
પછી બીજા મિલન માટે હંમેશા રડી આંખો…

વગર ઊંધે જ સપનાને પ્રદેશે જઇ ચડી આંખો,
તને જોયા પછી તો જોવા જેવી થઇ પડી આંખો…

અમે તો જોઇને ચાલ્યા હતા ને ઠોકરો ખાધી,
હવે કોને અમે કહીએ કે અમને તો નડી આંખો…

ગયાં અશ્રુ તો બીજી વાર પણ મળતાં રહ્યાં પાછાં,
પરંતુ એક વખત ગઇ તો પછી ના સાંપડી આંખો…

ખુદાની આ મહત્તા પર કોઇ દૃષ્ટી નથી કરતું,
હતું અદ્રશ્ય રહેવાનું છતાં એણે ઘડી આંખો…

છૂટું પણ કેમ, આ બંધન તો છે મારી જ દ્રષ્ટીનું,
જગત ને જાત વચ્ચેની બની ગઇ છે કડી આંખો…

અરે ઓ પીઠ પાછળ ઘાવ કરનારી, જરા તો ડર,
ખુદાએ એટલા માટે નથી આગળ જડી આંખો…

જગત પ્રત્યે કરી મેં બંધ સાચા અર્થમાં જ્યારે,
પછી ‘બેફામ’ જન્નતમાં જ મારી ઊઘડી આંખો…

– બરકત વીરાણી ‘બેફામ’

Advertisements

કદાચ મને ચાહતા ના આવડ્યું

કદાચ મને ચાહતા ના આવડ્યું,
અને એટલે જ તમને પામતાં ના આવડ્યું,

તમારા જ સપના જોતો હતો,
તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું,

આવડ્યું તો બસ એ જ કે તમને દિલ થી ચાહતા આવડ્યું,

જાણ્યું કે તમે મારા નહી થઇ શકો,
છતાં તમને પરાયા માનતા ન આવડ્યું,

મંઝિલ નહી મળે એમ મને લાગ્યું છતાં,
અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું.

મરીઝ