શબ્દો અગર તો સાનથી કહેવાઇ જાય તો!

શબ્દો અગર તો સાનથી કહેવાઇ જાય તો!

શબ્દો અગર તો સાનથી કહેવાઇ જાય તો!
ડૂમો આ કોઇ રીતથી ઠલવાઇ જાય તો!

તારા અનંત વ્યાપમાં આવી તો જાઉં પણ,
મારી ભીતર ને બહાર તું વહેંચાઇ જાય તો!

હું પણ રહું ન હું અને તું પણ રહે ન તું,
તસવીર એક બેઉની દોરાઇ જાય તો!

ચાલી રહ્યા છે શ્વાસ આ સાથે જ લઇ તને,
મારાથી ક્યાંક ભીડમાં ખોવાઇ જાય તો!

સામે નથી છતાંય જે દેખાય છે મને,
એમ જ અહીં તમામને દેખાઇ જાય તો!

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.