અમૃત “ઘાયલ”

ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ ઉપનામ અમૃત “ઘાયલ”

જન્મ :- ઓગસ્ટ 19, 1916, સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત
મૃત્યુ :- ડીસેમ્બર 25, 2002 (86 વયે),  રાજકોટ, ગુજરાત
માતાનુ નામ :- સંતોકબેન
પિતાનુ નામ :- લાલજીભાઇ
વ્યવસાય :- કવિ, ગઝલકાર
ભાષા :- ગુજરાતીભાષા

ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ, ‘અમૃત ઘાયલ’ (૩૦-૯-૧૯૧૫) મુખય્ત્વે ગઝલકાર તરીકે જાણીતા છે.તેમણે સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુ હતુ.પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.(બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો.તેઓ૧૯૩૯ થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર શ્રી ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯ થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં સ્થાયી થયા હતા.

મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકસ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.

“  જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું; ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું. તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.”  – અમૃત “ઘાયલ”

 

 1. મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
 2. એમ પણ નથી
 3. શું કરું?
 4. ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા
 5. દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે
 6. સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
Advertisements

અબ્બાસ વાસી ‘મરીઝ’

અબ્બાસ વાસી ઉપનામ મરીઝ

જન્મ :- 22 ફેબ્રુઆરી 1917, સુરત, ગુજરાત
મૃત્યુ :- 19 ઓક્ટોબર 1983, મુંબઈ, મહારાષ્ટ્ર
વ્યવસાય :- પત્રકાર, પ્રકાશક, તંત્રી
ભાષા :- ગુજરાતી
માતા-પિતા :- અબ્દુલઅલી વાસી, અમ્તુલ્લાબાઈ

બરકત વીરાણી ‘બેફામ’

બરકતઅલી ગુલામહુસેન વિરાણી ઉપનામ બેફામ

જન્મ :- નવેમ્બર 25, 1923, ઘાંઘળી, સિહોર નજીક, ભાવનગર જિલ્લો
મૃત્યુ :- જાન્યુઆરી 2, 1994 (70 વયે),  મુંબઈ
વ્યવસાય :- કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક
ભાષા :- ગુજરાતી
પ્રકાર :- ગઝલ, નવલકથા, ટૂંકી વાર્તા

 1. ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને
 2. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
 3. થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો
 4. મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે
 5. સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું
 6. મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે
 7. વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે
 8. અવળો હિસાબ છે
 9. થાય સરખામણી તો ઊતરતા છીએ
 10. ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ
 11. બસ એટલું કે એના ઉપર મારો હક નથી
 12. તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે