તમે તર્કને ખૂબ તાણી શકો છો

તમે તર્કને ખૂબ તાણી શકો છો,
છતાં ક્યાં રહસ્યોને જાણી શકો છો ?

તમે દર્પણેથી જરા બહાર નીકળી,
કદી અન્યનું કંઈ વખાણી શકો છો ?

તમે રોજ ઊઠી કશે ન જવાને,
ખરા છો ! કે ઘોડો પલાણી શકો છો !

તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું,
પળેપળને વહેતી શું માણી શકો છો ?

તમે સૌ પ્રથમ તો કરો ખુદને સાબિત,
પછી જે ગમે તે પ્રમાણી શકો છો.

– 

Advertisements

બોલી રહ્યો છું હું પણ મારી જુબાન ક્યાં છે?

બોલી રહ્યો છું હું પણ મારી જુબાન ક્યાં છે?
મારાં જ શબ્દમાં પણ મારી પિછાન ક્યાં છે?

કોલાહલો ઊગ્યા છે, ચિત્કાર પાંગર્યા છે,
આ રોમરોમે પહેલાં જેવી અઝાન ક્યાં છે?

ટીંગાડવા મથું છું ભૂતકાળને હું ભીંતે,
ભીંતો કહે છે તારો કોઇ વર્તમાન ક્યાં છે?

ઝૂલતા મિનારા તારી યાદોના રહી ગયા છે,
બાકી નગરમાં એકે સાજું મકાન ક્યાં છે?

આવી સ્વતંત્રતાથી પિંજરની કેદ સારી,
ફફડાટ પાંખમાં છે કિન્તુ ઉડાન ક્યાં છે?

તીરછી નજરથી તાકીને મર્મ વીંધનારા-
એ તીર ક્યાં છે? તત્પર કમાન ક્યાં છે?

– 

‘ખુદા મદદ કરે છે’ એવું ક્યાંક વાંચીને

‘ખુદા મદદ કરે છે’ એવું ક્યાંક વાંચીને;
નિરાંતે બેસી ગયો છું પલાઠી વાળીને.

થઈ છે ભૂલ એ સ્વીકારીને ય શું મળશે;
જીવન ગઝલ નથી કે વાંચુ હું સુધારીને.

પ્રયત્નો ઊંઘવાના થાય છે વિફળ તો પણ;
પથારી પાથરી ઈશ્વરનું નામ જાપીને.

વિફળ દુઆએ ન રાખ્યો વિકલ્પ બીજો કંઇ;
મેં નાવ છેવટે સોંપી દીધી ખલાસીને.

ભરમ તૂટી ગયો દિલમાં છે મારા પણ ઈશ્વર;
મળ્યું મને શું અરીસાને સામે લાવીને.

દિવસ બદલવાની ઉમ્મીદમાં એ પૂછું છું;
કહો, ક્યાં ફોડું હવે નારિયળ પછાડીને.

સળગતો રાખ્યો ઘરનો દીવો પણ;
હવે પીડે છે મારા હાથ દાઝી દાઝીને.

– 

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ

પ્રીતની એકપક્ષી રમત થઇ ગઇ,
કેવી નાદાની સંજોગવત થઇ ગઇ.

હાર કે જીત જેવું કશું ના રહ્યું,
જિંદગી એક અમસ્તી શરત થઇ ગઇ.

નામ આવ્યું તમારું કે કિસ્સો ખતમ,
લાગણીઓ બધી એકમત થઇ ગઇ.

મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો,
એમની જો કદી ‘હા’ તરત થઇ ગઇ.

જિંદગીએ હસીને કહ્યું મોત ને,
આપણી વચ્ચે કેવી રમત થઇ ગઇ.

સ્વપ્ન નો’તું – છતાં જઇને ભેટી પડ્યા,
’થી ભૂલ કેવી સખત થઇ ગઇ

– 

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

–  

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?

પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?

પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?

હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?

હજી પણ વિશાલના દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?

વિશાલ મોણપરા

કમાણી હો કરોડોમા છતા જપતુ નથી હોતુ

કમાણી હો કરોડોમા છતા જપતુ નથી હોતુ
ખરૂ છે તત્વ લાલચનુ કદી ઘટતુ નથી હોતુ

જૂની ઉપલબ્ધિઓ ભૂલી કરો મિત્રો નવા કર્મો
કૂવો તરનાર દરિયો સર કદી કરતુ નથી હોતુ

જગતમા મૂળથી લઇ ટોચ લગ તારી હકૂમત છે
તને પૂછ્યા વિના કોઇ પાંદડુ ખરતુ નથી હોતુ

શહેર કે ગામડાના ભેદ તો માનવ બનાવે છે
ધરાને જોઇને વાદળ કદી ઝરતુ નથી હોતુ

કસબ એ ખૂબ જાણે છે ત્વરિત ઠંડુ થવાનો પણ
અમસ્તુ તાપમા પતરૂ કદી તપતુ નથી હોતુ

બધા શણગાર શબ્દોના કરી કાગળ સજાવે છે
હ્રદયથી કોઇ પણ સાચી ગઝલ લખતુ નથી હોતુ